તે મજબુર કર્યો ને હું મજબુર થઈ ગયો,
તુ બેવફા નીકળી ને હું મશહુર થઈ ગયો.
તે સપનાનો મહેલ બંધાવ્યો ને હું બાંધી ગયો,
તુ રહેવા ના આવી ને મહેલ માટીચૂર થઈ ગયો.
તે રસ્તો બતાવ્યો ને હું ચાલ્યો ગયો,
તુ સાથે ના આવી ને રસ્તો રખડપૂર થઈ ગયો.
તે ભૂમિ બનવાનું કહ્યુ ને હું બીજ બની ગયો,
તુ ભૂમિ ના બની ને હું માટીમૂર થઈ ગયો.
તે વરસવાનુ કહ્યુ ને હું પાણી બની ગયો,
તુ ના વરસી ને હું પાણીપૂર થઈ ગયો.
તે પ્રેમ છે તેમ કહ્યાં કર્યુ ને હું માની ગયો,
તુ બેવફા નીકળી ને હું મશહુર થઈ ગયો.
-દિન